સામે આવી કોરોના રસીની 'આડ અસર', પહેલો ડોઝ લેનાર વ્યક્તિને થઈ આ સમસ્યા

ભોપાલની પીપલ્સ મેડિકલ કોલેજમાં ICMRના સહયોગથી બનેલી કોવેક્સિનના ભારત બાયોટેકની ટીમે 27 નવેમ્બરના રોજ ડોક્ટરોની નિગરાણીમાં લગભગ સાત લોકોને રસીનો ડોઝ આપ્યો હતો.  

સામે આવી કોરોના રસીની 'આડ અસર', પહેલો ડોઝ લેનાર વ્યક્તિને થઈ આ સમસ્યા

સંદીપ ભંરકર/ભોપાલ: મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં કોરોના રસી (Corona Vaccine) ની ટ્રાયલનો પહેલો ડોઝ લેનારા વોલેન્ટિયરને શરદી-ઉધરસની ફરિયાદ ઉઠી છે. વોલેન્ટિયરને 27 નવેમ્બરે પીપલ્સ મેડિકલ કોલેજમાં ટ્રાયલ ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ છેલ્લા 15 દિવસથી તેનામાં શરદી-ઉધરસના લક્ષણ છે. 

આમ છતાં મેડિકલ કોલેજે હજુ સુધી વોલેન્ટિયરની કોરોના તપાસ કરી નથી. આ વોલેન્ટિયરને 26 ડિસેમ્બરે કોવેક્સિનનો બીજો ડોઝ આપવાનો છે. કહેવાય છેકે હોસ્પિટલે તેને શરદી ઉધરસની દવા લઈને આરામ કરવાનું કહ્યું છે. 

અત્રે જણાવવાનું કે જે વોલેન્ટિયરને ટ્રાયલ ડોઝ આપવામાં આવ્યો છે તે વ્યવસાયે ટીચર છે. તેનું કહેવું છે કે ગત 8 ડિસેમ્બરથી તેને શરદી ઉધરસ શરૂ થયા હતા. તેણે તે જ દિવસે પીપલ્સ મેડિકલ કોલેજ જઈને આ વાતની જાણ કરી હતી પરંતુ ત્યાંથી તેને શરદીની દવા આપીને ઘરે મોકલી દેવાયો. 

તે ફરીથી 14 ડિસેમ્બરે હોસ્પિટલ ગયો અને કોરોના ટેસ્ટ કરાવવાનું કહ્યું પરંતુ તેને ફરીથી શરદીની દવા આપીને મોકલી દેવાયો. હવે તે ફરીથી હોસ્પિટલ જવાની વાત કરે છે. અત્રે જણાવવાનું કે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલની ખાનગી પીપલ્સ મેડિકલ કોલેજમાં આઈસીએમઆરના સહયોગથી બનેલી કોવેક્સિન અંગે ભારત  બાયોટેકની ટીમે 27 નવેમ્બરના રોજ ડોક્ટરોની નિગરાણીમાં લગભગ સાત લોકોને રસીનો ડોઝ આપ્યો હતો. 

આ ટ્રાયલ માટે ભોપાલના 18 વોલેન્ટિયરે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ પહેલા સાત વોલેન્ટિયરનું કાઉન્સિલિંગ કરાવીને તેમને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાંથી એક આ ટીચર પણ હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news